સૌથી મોટા કોમોડિટી એક્ષચેન્જ MCX દ્વારા બ્રાસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ માટે જામનગરની પસંદગી
Live TV
-
મેટલ કોમોડિટી એક્સચેન્જ ભારતનું સૌથી મોટું એક્સચેન્જ છે
દેશના સૌથી મોટા કોમોડિટી એક્ષચેન્જ MCX દ્વારા વિશ્વના સૌપ્રથમ બ્રાસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કેન્દ્ર માટે જામનગરની પસંદગી કરવામાં આવી છે. મેટલ કોમોડિટી એક્સચેન્જ ભારતનું સૌથી મોટું એક્સચેન્જ છે. જે સેબીના નિયમોનુસાર કામ કરે છે. દેશમાં વેચાતા પિતળનું 80 ટકા વેચાણ માત્ર જામનગરમાં થાય છે. જેને પગલે તેને આ ગૌરવ મળવા જઈ રહ્યું છે. પાંચ હજાર જેટલા નાના મોટા કારખાના માટે દર મહિને 7500 ટન જેટલા મેટલ સ્ક્રેપ આયાત કરવામાં આવશે. જેનો લોન્ચિંગ કાર્યક્રમ એમસીએક્સ દ્વારા યોજાયો હતો.