સ્થાનિક સોનાના બજારમાં આજે તેજીનો માહોલ
Live TV
-
આજે સોનું 290 રૂપિયાથી 320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. ભાવમાં વધારાને કારણે, દેશના મોટાભાગના સોનાના બજારોમાં આજે 24 કેરેટ સોનું 97,640 રૂપિયાથી 97,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં કારોબાર કરી રહ્યું છે. તેવી જ રીતે, આજે 22 કેરેટ સોનું 89,500 રૂપિયાથી 89,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે. આ વધારાને કારણે, આ ચમકતી ધાતુ આજે દિલ્હીના સોનાના બજારમાં ફરી એકવાર 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગઈ છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 97,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર નોંધાયો છે. તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 97,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 89,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. એ જ રીતે અમદાવાદમાં, 24 કેરેટ સોનાનો છૂટક ભાવ 97,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. આ મુખ્ય શહેરો ઉપરાંત આજે ચેન્નઈમાં, 24 કેરેટ સોનું 97,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 89,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. કલકતામાં પણ, 24 કેરેટ સોનું 97,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 89,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
લખનૌના, બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું 97,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 89,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. પટનામાં, 24 કેરેટ સોનાનો ભાવ 97,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનું 89,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જયપુરમાં, 24 કેરેટ સોનું 97,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 89,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ, કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં પણ આજે સોનાના ભાવમાં વધારો થયો છે. આ ત્રણ રાજ્યોની રાજધાનીઓ, બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં, આજે 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 97,640 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, આ ત્રણ શહેરોના બુલિયન બજારોમાં, 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 89,500 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.