Skip to main content
Settings Settings for Dark

હાલમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી: હરદીપ સિંહ પુરી

Live TV

X
  • વિશ્વમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત ન હોવાને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'પહેલાં ભારત 27 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, જે હવે વધીને 39 દેશો થઈ ગયું છે. થોડા મહિનાઓ પહેલા અમને આર્જેન્ટિના તરફથી એક કન્સાઇન્મેન્ટ મળ્યું હતું, જે હવે 40 દેશો પાસેથી ક્રૂડ ઓઇલની કુલ ખરીદીને આવરી લે છે. હાલમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી.'

    કેન્દ્રીય મંત્રી પુરીએ વધુમાં જણાવ્યું હતું કે, ' વેસ્ટર્ન હેમિસ્ફીયરથી પણ વધુ ક્રૂડ ઓઇલ આવી રહ્યું છે. તાજેતરમાં મેં બ્રાઝિલનું ઉદાહરણ આપ્યું હતું. આ ઉપરાંત અમેરિકા જે પહેલા દરરોજ 13 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતું હતું, તે હવે વધારાના 1.6 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરશે. આપણે ફક્ત હવે ધીરજ રાખવાની જરૂર છે. ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી.'

    તેમણે વધુમાં કહ્યું, 'જેમ કે પહેલા કહેવામાં આવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. તાજેતરમાં જ્યારે હું પત્રકારોને મળ્યો ત્યારે આ દર ઘટીને 61.80 ની આસપાસ આવી ગયો હતો. જો આ ભાવ 61 થી 65 થાય તો પણ, તેલ માર્કેટિંગ કંપની પાસે સમય આયોજન માટે થોડો અવકાશ રહેશે.'

    આ ઉપરાંત, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 27 ટકા પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યું છે, તેને લઈને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, 'સૌ પ્રથમ, આપણે સમજવું પડશે કે ટેરિફ શું છે. ટેરિફ એક પ્રક્રિયા છે. જ્યારે એક દેશ બીજા દેશ પર ટેરિફ લાદે છે, ત્યારે તેની અસર બીજા દેશ પર અલગ અલગ રીતે જોવા મળે છે. આ અસર બીજા દેશના મહેસૂલ પર પણ જોવા મળે છે. આ પ્રક્રિયા હમણાં જ શરૂ થઈ છે, તેથી આપણે ધીરજ રાખવાની જરૂર છે.'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply