Skip to main content
Settings Settings for Dark

અનિલ કપૂર, બોની કપૂર અને સંજય કપૂરની માતા નિર્મલ કપૂરનું નિધન, 90 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

Live TV

X
  • બૉલિવૂડ એક્ટર અનિલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરની માતા નિર્મલ કપૂરનું નિધન થયું છે. 2 મે 2025ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. 90 વર્ષની નિર્મલ કપૂર ઉંમર સંબંધિત તકલીફોનો સામનો કરી રહ્યા હતા. તેમના જવાથી કપૂર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નિર્મલ કપૂરે સપ્ટેમ્બર 2024માં તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર પણ થોડા સમય માટે સક્રિય હતા. તેમણે તેમના પરિવાર સાથે કેટલીક તસવીરો શેર કરી હતી.

    નિર્મલ કપૂર હવે રહ્યા નથી
    જણાવવામાં આવી રહ્યું છે કે નિર્મલ કપૂર છેલ્લા ઘણા મહિનાથી બીમાર હતા. કેટલાક સમયથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હવે આ દુનિયામાં તેમના ન રહેવાથી તેમના ત્રણેય પુત્રો સહિત આખો કપૂર પરિવાર દુઃખી છે. પુત્રો ઉપરાંત નિર્મલ કપૂર તેમના પૌત્ર-પૌત્રી અર્જુન કપૂર, સોનમ કપૂર, શનાયા કપૂર સહિત અન્ય સાથે સારો બોન્ડ શેર કરતા હતા.

    નિર્મલ કપૂરે બૉલિવૂડના મહાન પ્રોડ્યુસર સુરિંદર કપૂર સાથે 1955માં લગ્ન કર્યા હતા. તેમને ચાર બાળકો છે. પુત્રો બોની કપૂર, અનિલ કપૂર, સંજય કપૂર અને પુત્રી રીના કપૂર મરવાહ. સુરિંદર કપૂરે તેમના કરિયરમાં 'મિલેંગે મિલેંગે', 'લોફર', 'પોંગા પંડિત', 'એક શ્રીમાન એક શ્રીમતી' સહિત ઘણી ફિલ્મોનું પ્રોડક્શન કર્યું હતું. સપ્ટેમ્બર 2011માં તેમનું નિધન થયું. પિતાના પગલે ચાલતા બોની કપૂરે પણ પ્રોડ્યુસર તરીકે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવી.

    જ્યારે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા રહેવાને કારણે અનિલ કપૂરે એક્ટર બનવાનો નિર્ણય લીધો હતો. તેમણે 1979માં ઉમેશ મેહરાની ફિલ્મ 'હમારા તુમ્હારા'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમને 'હમ પાંચ', 'શક્તિ' અને 'મશાલ' જેવી ફિલ્મોમાં જોવામાં આવ્યા. 'મશાલ'માં તેમના કામ માટે અનિલ કપૂરે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. 80ના દાયકામાં અનિલ કપૂરે લીડ રોલ ભજવવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમને ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા', 'તેજાબ', 'રામ લખન' અને 'કર્મા'માં જોવામાં આવ્યા હતા. આજે પણ અનિલ કપૂર બૉલિવૂડના મોટા સિતારા છે. તેમને છેલ્લે ફિલ્મ 'સાવી' અને 'ફાઇટર'માં જોવામાં આવ્યા હતા. તેમની નવી ફિલ્મ 'સૂબેદાર'ની ચાહકો રાહ જોઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply