આજરોજ દિલ્હી રોહિણી કોર્ટમાં ગુજરાતના રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટ્ર પર સુનાવણી થઈ
Live TV
-
દિલ્હીની રોહિણી કોર્ટે ગયા વર્ષે 7 જુલાઈએ બીબીસીને નોટિસ પાઠવી હતી
ગુજરાત રમખાણો પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી સામે માનહાનિના કેસમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન દિલ્હીની રોહિણી કોર્ટે બીબીસીને ફરીથી નોટિસ પાઠવી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રૂચિકા સિંગલાએ કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બરે કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીની રોહિણી કોર્ટે ગયા વર્ષે 7 જુલાઈએ બીબીસીને નોટિસ પાઠવી હતી. આજે અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે નોટિસનું પાલન કરી શકાય તેમ નથી. તેમણે નોટિસ અમલ માટે સમય માંગ્યો હતો. નોટિસનો અમલીકરણ નહીં થતાં આજે કોર્ટે ફરી નોટિસ ફટકારવાનો આદેશ જાહેર કર્યો હતો. આ નોટિસ બીબીસીના લંડન એડ્રેસ પર જારી કરવામાં આવી છે.
આ અરજી ભાજપના નેતા વિનય કુમાર સિંહે દાખલ કરી છે. બીબીસી ઉપરાંત, કોર્ટે કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા વિકિમીડિયા ફાઉન્ડેશન અને અમેરિકાની ડિજિટલ લાઈબ્રેરી ઈન્ટરનેટ આર્કાઈવને નોટિસ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ત્રણેય પ્રતિવાદીઓ વિદેશી હોવાથી તેમની સામે ઇન્ટરનેશનલ હેગ કન્વેન્શન મુજબ નોટિસ ફટકારવામાં આવી રહી છે.
અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ મુકેશ શર્માએ કહ્યું હતું કે ડોક્યુમેન્ટ્રીએ પ્રધાનમંત્રી, આરએસએસ, વીએચપી સહિત દેશ અને સમગ્ર સિસ્ટમને બદનામ કરી છે. નોંધનીય છે કે 21 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે આઈટી નિયમોની ઈમરજન્સી જોગવાઈઓ હેઠળ બીબીસી ડોક્યુમેન્ટરી સાથે સંબંધિત ક્લિપ્સ અને લિંક્સને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. એનજીઓ જસ્ટિસ ઓન ટ્રાયલ વતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. એનજીઓ વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ હાઈકોર્ટને કહ્યું હતું કે આ ડોક્યુમેન્ટ્રીએ ન્યાયતંત્ર અને વડાપ્રધાન સહિત દેશ અને સમગ્ર વ્યવસ્થાને બદનામ કરી છે. હાઈકોર્ટે બીબીસીને પણ નોટિસ પાઠવી છે. આ અરજી હજુ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે.