ગ્રેમી 2025: ભારતીય મૂળની ચંદ્રિકા ટંડને 'ત્રિવેણી' આલ્બમ માટે એવોર્ડ જીત્યો
Live TV
-
67મા ગ્રેમી એવોર્ડ સમારોહ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરિના ખાતે યોજાયો હતો. જ્યાં સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું.. ચંદ્રિકા ટંડન, વાઉટર કેલરમેન અને એરુ માત્સુમોતોએને ત્રિવેણી' માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમનો ગ્રેમી એવોર્ડ મળ્યો છે. બિયોન્સેને તેના પ્રખ્યાત આલ્બમ 'કાઉબોય કાર્ટર' માટે સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા. તેણીએ પોતાની કારકિર્દીમાં 32 ગ્રેમી એવોર્ડ જીત્યા છે..ઉલ્લેખનીય છે કે, ચંદ્રીકા ટંડન, વાઉટર કેલરમેન અને એરુ માત્સુમોતોને પોતાની કેટેગેરીમાં જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. તેણીએ રાધિકા વેકરિયા, રિકી કેજ અને અનુષ્કા શંકર જેવા કલાકારો સાથે સ્પર્ધા કરી હતી. ટંડને પ્રથમ સમકાલીન વિશ્વ સંગીત કેટેગેરીમાં સોલ કોલ માટે 2011ના નોમિનેશન બાદ ગ્રૈમી જીત્યો છે.