પ્રિયા પ્રકાશ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે વસૂલે છે અધધધ રૂપિયા!
Live TV
-
કંપનીઓ પ્રિયાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાની પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે
સ્ક્રીન પર નૈનમટક્કા કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી પ્રિયા પ્રકાશને ન ઓળખનારા હવે લઘુમતીમાં હશે. હવે સ્થિતિ એ છે કે એની નાનામાં નાની વાત પણ નેશનલ હેડલાઇન્સ બનાવે છે. એને લગતા લેટેસ્ટ ન્યુઝ એ છે કે એનાં સોશિયલ મીડિયા પેજીસ એકદમ હોટ પ્રોપર્ટી બની ગયાં છે. એક મીડિયા રિપોર્ટ કહે છે કે પ્રિયા પ્રકાશ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પ્રમોશનલ પોસ્ટ મૂકવા માટે એટલિસ્ટ 8 લાખ રૂપિયા વસૂલે છે. જો આ રકમ સાંભળીને વિશ્વાસ ન આવતો હોય તો માર્કેટનું જ બીજું ફૅક્ટ હાજર છે. કંપનીઓ પ્રિયાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાની પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. હાલ પ્રિયા પ્રકાશના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ 51 લાખને ક્રોસ કરી ગયા છે. પ્રિયાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા ફૅસબુક-ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગ કરતાં પણ વધારે છે. થોડા દિવસ પહેલાં જ 'ઓડુ અડાર લવ'માં હોળી થીમનો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પૉસ્ટ કર્યો