મિસ હવા હવાઈથી જાણીતી અભિનેત્રી શ્રીદેવીની જગતને અલવિદા
Live TV
-
શ્રીદેવીના નિધનથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, તેમના અભિનયના કર્યા વખાણ, કહ્યું, અભિનયથી ચાહકોને મળી પ્રેરણા
બોલિવૂડની જાણીતી અભિનેત્રી પદ્મશ્રી શ્રીદેવીનું દુબઇમાં શનિવારની મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. બોલિવૂડમાં મિસ હવા-હવાઇ નામથી જાણીતી શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથએ દુબઇ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે હાર્ટ એટેક આવતા 54 વર્ષની ઉંમરે તેમું નિધન થયું છે. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી ફેલાઇ છે.
ચાર દાયકા સુધી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ પ્રસરાવનારી શ્રીદેવી હાલમાં જ મૉમ ફિલ્મ કરી મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પહેલા તેમણે ઇગ્લિશ વિગ્લિશ ફિલ્મમાં પણ જોવા મળી હતી. શ્રીદેવીએ ખુદા ગવાહ, મિસ્ટર ઇન્ડિયા અને ચાંદની જેવી સુપર હીટ ફિલ્મો પણ આપી હતી.
આ સાથે જ તેમણે હિમ્મતવાલા, તોહફા, નગીના, ઔલાદ, હીર રાંઝા, રૂપ કી રાની ચોરો કા રાજા, લાડલા, જુદાઈ જેવી યાદગાર ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
13 ઑગસ્ટ 1965માં તામિલનાડુના શિવકાશીમાં જન્મી શ્રીદેવીએ બાળપણથી જ અભિનયની શરૂઆત કરી હતી. માત્ર 4 વર્ષની ઉંમેરે તેમણે 1967માં તામિલ ફિલ્મ મરૂગામાં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે 1975માં બોલીવુડ ફિલ્મ જૂલીથી તેમણે બાળ-કલાકાર તરીકે એન્ટ્રી કરી હતી.
ટ્વીટર પર અનેક લોકોએ આપી શ્રદ્ધાંજલી
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી : સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના નિધનથી ખૂબ દુ:ખ થયું. તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા કલાકાર તરીકે નામના મેળવી હતી, જેમણે અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. દુ:ખના આ સમયે મારી સંવેદના તેમના પરિવાર અને તેમના ચાહકો સાથે છે.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ : શ્રીદેવીના નિધનથી ખૂબ દુ:ખ થયું. લાખો ચાહકોને છોડીને તેઓ ચાલ્યા ગયા. મુંડરમ પિરાઈ, લમ્હે, ઇગ્લિશ-વિગ્લિશ જેવી ફિલ્મોના અભિનય ચાહકો અને અભિનેતાઓ માટે પ્રેરણાદાયક છે. દુ:ખના સમયે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
- સિદ્ધાર્થ મલહોત્રા: શ્રીદેવી મેડમના નિધનના સમાચાર સાંભળી હું હેરાન પરેશાન થઇ ગયો છું.
- પ્રિયંકા ચોપડા: મારી પાસે શબ્દો નથી શ્રીદેવીને પ્રેમ કરનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે. આ એક કાળો દિવસ છે. ભગવાન એમની આત્માને શાંતી આપે.
- પ્રિતી ઝીન્ટા: હાર્ટ બ્રોકન એને શોકીંગ સમાચાર સાંભળ્યા. મારી હમેશા ફેવરિટ શ્રીદેવી હવે નથી રહી. હું ભગવાનને પ્રાર્થના કરું ભગવાન એમની આત્માને શાંતી આપે.
- ક્રિકેટર મહોમ્મદ: શ્રીદેવીજીના નિધનના સમાચાર સાંભળી હું ચોંકી ગયો છું. એમના પરિવાર સાથે મારી સંવેદના છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક