સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન બાદ તેના બોડીગાર્ડની ધરપકડ
Live TV
-
4 ડિસેમ્બરે સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું
સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન બાદ તેના બોડીગાર્ડની પણ ધરપકડ....તેલંગાણાના ACP ચિક્કાડપલ્લી (Chikkadpally)એ આ વાતની પુષ્ટિ કરી છે. અલ્લુ અર્જૂનની ધરપકડ બાદ એક્ટરના પિતા અલ્લૂ અરવિંદ અને તેમના ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. અલ્લુ અર્જુનના વકીલે કોર્ટમાં વિનંતી કરી છે કે તેમના ક્લાયન્ટના કેસમાં તાત્કાલિક સુનાવણી કરવામાં આવે અને સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું હતું કે પોલીસ સાથે વાતચીત કરીને બપોર સુધીમાં આ કેસમાં અપડેટ આપવામાં આવશે અને સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી.
4 ડિસેમ્બરે સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.