Raazi Trailer : એક જાસૂસ, લગ્ન કરી દેશ માટે પહોંચી ગઈ પાકિસ્તાન
Live TV
-
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'રાઝી'નું ટ્રેલ રીલિઝ થઇ ચૂક્યું છે. ટ્રેલરમાં આલિયા ભટ્ટ નવા લુકમાં દમદાર અભિયનમાં જોવા મળી રહી છે. ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મમાં ફરી એકવાર આલિયા ભટ્ટની જબરજસ્ત એક્ટિંગને લોકો પસંદ કરી રહ્યા છે. ફિલ્મ 11 મેના રોજ રીલિઝ થશે.
આ ફિલ્મની કહાણી 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મની કહાણી હરિંદર સિક્કાના ઉપન્યાસ કોલિંગ સહમત પર આધારિત છે અને ફિલ્મની કહાણી રિયલ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં આલિયા એક કાશ્મીરી છોકરી 'સહમત'નું પાત્ર ભજવશે જેના લગ્ન પાકિસ્તાની સેનાના અધિકાર સાથે થાય છે. વિક્કી રાઝીમાં એક પાકિસ્તાની સેના અધિકારીની ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆતમાં આલિયા એક સીધી સાદી સામાન્ય છોકરીની માફક નજરે પડે છે પરંતુ ધીરે ધીરે તેની જીંદગીમાં ફેરફાર આવે છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક