અમદાવાદ ડિવિઝનમાં 550 કેસો માંથી 488 જેટલા કેસોનો કરાયો નિકાલ.
Live TV
-
એસ.ટી નિગમના કર્મચારીઓની બેદરકારી, અનિયમિતતા કે અન્ય ગુનાઓના કેસનો નિકાલ કરવા લોક અદાલતનું કરાયું આયોજન.
સમગ્ર ગુજરાતભરમાં એસટી કર્મચારીઓના પડતર કેસો માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ડિવિઝનમાં અંદાજે 550 કેસો માંથી 488 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। ફરજ દરમિયાન બેદરકારી કે ગેરવર્તણૂક દાખવતા કર્મચારીઓના પેન્ડિગ કેસનો નિકાલ આવતા રાજ્ય પરિવહન વિભાગના કેસ સંબંધિત કર્મચારીઓમાં ખુશીની લાગણીં ફેલાઈ હતી. તો રાજકોટ એસ.ટી ડિવિઝન માં પણ જીલ્લાના એસ.ટી નિગમના કર્મચારીઓની બેદરકારી , અનિયમિતતા કે અન્ય ગુનાઓના કેસનો નિકાલ કરવામાં આવ્યા હતા. આ લોક અદાલતમાં એક સાથે કુલ 1145 કેસોનો નિકાલ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે એસ.ટી નિગમના કર્મચારીઓને સુધરવાની પણ તક આપવામાં આવી છે.