અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં આવતીકાલથી સંપૂણ લોકડાઉન
Live TV
-
અમદાવાદ બાદ હવે ગાંધીનગરને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. કલેક્ટર કુલદીપ આર્યએ આ નિર્ણય લીધો છે. આજે માંડી સાંજે જાહેરનામુ બહાર પાડી 17મી મે સુધી કલોલ સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં છે.
લોકડાઉન દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. તે સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવરજવર ન થાય તેના માટે ધ્યાન રખાય છે. અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં કુલ 110 કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમાં 40 કેસ ગાંધીનગર શહેરના છે.