અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજે ફિટ ઇંડિયા અંતર્ગત સાયકલોથોન યોજાઈ
Live TV
-
આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફિટ ઇંડિયા અંતર્ગત સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતેથી શરૂ કરવામાં આવેલી સાયકલોથોનમાં કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આજે આખા દેશમાં મેદસ્વીતાની સામે લડવાફિટ ઇન્ડિયા અંતર્ગત 5000થી વધુ કાર્યક્રમો યોજાયા છે. અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં Sunday on Cycle નું કલ્ચર વિકસ્યું છે. તેથી સ્થૂળતા સામેની લડાઈમાં પણ જાગૃતિ આવશે.