Skip to main content
Settings Settings for Dark

આગામી 4 દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી, આગાહીને પગલે NDRFની 8 ટીમો તૈનાત

Live TV

X
  • રાજ્યમાં બપોરે બે વાગ્યા સુધીમાં 80થી વધુ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. સવારે છ વાગ્યાથી બપોરનાં 2 વાગ્યા સુધીમાં સુરત શહેર, વડીયા અને પારડીમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પલસાણા, જેતપુર, સાવરકુંડલા, ખેરગામ, ગણદેવી, ધારી અને લોધિકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો. ગારીયાધાર તાલુકાના લુવારા ગામે બારે મેઘ ખાંગા થયા છે. લુવારા ગામે બે કલાકમાં બે ઇંચ ઘોધમાર વરસાદ વરસ્યો. સારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.

    ગ્રામિણ પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી બાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર ઉપરાંત હળવદ અને ધ્રાગંધામાં પણ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ આગામી ચાર દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેના પગલે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની કુલ 8 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply