Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ સિંહ દિવસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે

Live TV

X
  • સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

    આજે વિશ્વ સિંહ દિવસ છે, જેની રાજ્યમાં ઊજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે. સમગ્ર વિશ્વમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઊજવણી કરવામાં આવે છે. આ ઊજવણી એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારની 8 જીલ્લાની આશરે 6,500 જેટલી શાળા-કોલેજોમાં આ કાર્યક્રમ ઉજવાશે, જેમાં આશરે 15 લાખથી વધુની લોકભાગીદારી નિર્માણ થશે.

    જે-તે ગામ/શહેરની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, લોકપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ શાળાએ 10મી ઓગષ્ટના રોજ એકત્ર થઈ આ કાર્યક્રમમાં જોડાશે.

    એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું અમુલ્ય યોગદાન રહેલું છે. રાજ્ય સરકારના, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પરિણામે સિંહોની વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

    ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2016થી વિશ્વ સિંહ દિવસની ઊજવણી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2020 અને 2021માં કોવિડ-19 મહામારીના કારણે શાળા કક્ષાએ ગ્રામ્ય-શહેરમાં ઊજવણી થઈ શકી ન હોવાથી લોકોના સિંહ પ્રત્યેના પ્રેમને ધ્યાને લઇ વર્ચ્યુઅલ રીતે સોશ્યલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારત અને ગુજરાતના ગૌરવ એશિયાઇ સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકભાગીદારી નિર્માણ થાય તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં, સહિયારા પ્રયત્નો કરી વધુમાં વધુ લોકો શાળા કક્ષાએ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી ઊજવતા આ કાર્યક્રમમાં જોડાય તેવી આશા રાખવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply