આણંદમાં યોજાઈ મિસ્ટર ગુજરાત ચેમ્પિયનશીપ સ્પર્ધા, 105 બોડી બિલ્ડર યુવકોએ ભાગ લીધો
Live TV
-
વિજેતાને રૂ.11 હજારનું રોકડ ઇનામ અને વિજેતા ટ્રોફી એનાયત કરાઈ
આણંદ ખાતે વર્લ્ડ ફિટનેસ ફેડરેશન (WFF) દ્વારા રાજ્ય લેવલની મિસ્ટર ગુજરાત ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઇ ગઈ. આણંદ ટાઉન હોલ ખાતે આયોજિત આ ચેમ્પિયનશીપમાં મિસ્ટર ગુજરાત સ્પર્ધા ત્રણ રાઉન્ડમાં શોર્ટ, મીડીયમ અને ટોલ એમ જુદા જુદા રાઉન્ડમાં યોજાઈ હતી. મિસ્ટર ગુજરાત ચેમ્પિયનશીપમાં કાઝી મોહંમદ અયાઝ વિજેતા થતા રૂ.11 હજારનું રોકડ ઇનામ અને વિજેતા ટ્રોફી એનાયત કરાઈ હતી.
આ સ્પર્ધામાં કુલ 105 બોડી બિલ્ડર યુવકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જજીસ પેનલ તરીકે વર્લ્ડ ફિટનેસ ફેડરેશન, ઇન્ડિયાના પ્રમુખ ધીરજ મોહનદાસ, બીકેનદર બજાનીયા, સુભાષ ચાહર અને આણંદ પાલિકા વોર્ડ- 6ના કાઉન્સિલર અને ભારતીય યુવા કોંગ્રેસના મહામંત્રી ડો.પલક વર્મા હાજર રહ્યા હતા. અગાઉ યોજાયેલ સ્ટેટ ચેમ્પિયન સ્પર્ધા મિસ્ટર ગુજરાત માટે 150 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે દ્વિતીય કાર્યક્રમમાં પણ સારા ઉત્સાહ સાથે આણંદ જિલ્લાના અને જિલ્લા બહાર ગુજરાતના બોડી બિલ્ડર યુવકો જોડાયા હતા, જેને સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો.
