આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન, અમદાવાદમાં મતદાન માટે તૈયારીઓ પૂર્ણ
Live TV
-
2,800 મતદાન મથકો પર CCTVથી મોનિટરીંગ કરવામાં આવશે.
આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. અમદાવાદ શહેરમાં મતદાન માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. EVM, VVPAT મશીન સહિતની અન્ય મતદાન સામગ્રી મતદાન મથકે પહોંચાડવાની કામગીરી પૂર્ણતાને આરે છે. અમદાવાદમાં 5,599 મતદાન મથકોમાંથી 2,800 મતદાન મથકો પર CCTVથી મોનિટરીંગ કરવામાં આવશે. અમદાવાદમાં સાત વિશેષ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં યુવા મતદાન મથક, સખી મતદાન કેન્દ્ર તથા દિવ્યાંગ મતદાન કેન્દ્ર પણ હશે. મતદાન માટે કુલ 9,154 CU મશીન, 9,154 BU મશીન અને 9,425 VVPAT મશીન ઉપયોગમાં લેવામાં આવ્યા છે.