ઇન્ડિયને મેડિકલ એસોસિયેશને જાહેર કરેલી હડતાળમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન પણ જોડાશે
Live TV
-
હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાને બાદ કરતા તમામ સેવાઓ 24 કલાક માટે બંધ
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર સંચાલિત આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા નિવાસી ડૉક્ટર પર દુષ્કર્મ - હત્યા મામલેના વિરોધમાં આજે 24 કલાકની દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. IMA એ આજે સવારે 6 વાગ્યાથી શરૂ થતી નોન-ઇમરજન્સી અને OPD સેવાઓ પાછી ખેંચવાની હાકલ કરી છે. સંગઠન પીડિતા માટે ન્યાય અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદાની માંગ કરી રહ્યું છે.
કૉલને પગલે, જાહેર તેમજ ખાનગી આરોગ્ય સુવિધાઓના વધુ ચિકિત્સકો દેશભરમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા. MA એ જણાવ્યું છે કે, હડતાલ દરમિયાન આવશ્યક સેવાઓ યથાવત રહેશે અને ઈમરજન્સી વોર્ડમાં પણ સારવારનું કાર્ય યથાવત ચાલુ રહેશે પરંતુ OPD બંધ રહેશે અને સર્જરી પણ બંધ રહેશે. ડોક્ટર્સની સુરક્ષા માટે IMA દ્વારા સરકાર પાસે પાંચ માંગ રાખવામાં આવી છે.
ઇન્ડિયને મેડિકલ એસોસિયેશને જાહેર કરેલી હડતાળમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન પણ જોડાશે. એએમએના પ્રમુખ ડો. તુષાર પટેલ તથા મહિલા પાંખના ભૂતપૂર્વ વડા ડૉ.મોના દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં હડતાળ દરમિયાન તમામ ઓપીડી બંધ રહેશે. જો કે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. અમદાવાદની 27 પ્રાઇવેટ હોસ્પિટલ તથા મોટી સંખ્યામાં ડોકટર્સ આજે સવારે 10 વાગ્યે આશ્રમ રોડથી ઇન્કમ ટેક્સ સુધી મૌન રેલી કરશે. તેઓ માનવ સાંકળ રચી કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કરશે. મની મુખ્ય માંગણી છે કે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તમામને માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ઝડપથી લાગુ કરવામાં આવે.
