ઇન્દ્ર શીલ યુનિવર્સિટી રાજપુર કડી ખાતે પીએમ - ઇન્ટર્નશિપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
Live TV
-
ઇન્દ્ર શીલ યુનિવર્સિટી રાજપુર કડી ખાતે પીએમ - ઇન્ટર્નશિપ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ યોજના હેઠળ દેશભરની અગ્રણી કંપનીઓ દ્વારા એક કરોડ થી વધુ ઇન્ટરશીપ ઓફર કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં પણ અત્યાર સુધીમાં 1,000 જેટલા યુવાનો આ કાર્યક્રમમાં નોંધણી કરાવી ચુક્યા છે. જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો ઓપન એપ પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ વખતે 25 અલગ અલગ ક્ષેત્રોમાં ઈન્ટર્નશિંપની તક આપવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સયાલી ગાયકવાડ આસિસ્ટન્ટ રજીસ્ટાર ઓફ કંપની મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના હેઠળ હવે યુવાનો માટે ઇન્ટર્નશિપની નવી તકો આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય, દેશભરના યુવાનોને ટેકનિકલ તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના હેઠળ દેશભરની અગ્રણી કંપનીઓ દ્વારા એક કરોડ થી વધુ ઇન્ટરશીપ ઓફર કરવામાં આવી રહી છે.
શૈક્ષણિક અને અન્ય જરૂરી લાયકાત ધરાવતા આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ વખતે 25 અલગ અલગ ક્ષેત્રોમાં ઈન્ટર્નશિંપની તક આપવામાં આવી રહી છે. જેમાં, ઓટોમોબાઇલ, ઉડ્ડયન કૃષિ, કામાં, આઇટી, બેન્કિંગ, હાઉસિંગ, પેટ્રોલિયમ, ઇન્ફ્રાસ્ટ્રકક્ચચર, ફાર્મસી, વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. યુવાનોને દેશના 36 રાજ્યના 740થી વધુ જિલ્લાઓમાં ઇન્ટર્નશિપ કરવા OPEN APP સરકાર દ્રારા ઇન્ટર્નશિપ માટેની વય મર્યાદા 21થી 24 વર્ષે નક્કી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા એન .એસ.ડી.સી.કો ઓર્ડીનેટર પલ્લવી યાદવે nsdc પર job x પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી જોબ મેળવી શકાય એની વિગતે વાત કરી હતી અને આ પોર્ટલ પણ રજિસ્ટ્રેશન કરાવવાથી વધુમાં જિલ્લાના યુવકોને જિલ્લામાં અથવા નજીકમાં જોબ મળી રહેશે તેમ જણાવ્યું હતું.