Skip to main content
Settings Settings for Dark

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદના સાબરમતી આશ્રમની લીધી મુલાકાત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સાથે જોડાયા

Live TV

X
  • ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસના ભાગરૂપે ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.  જ્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સુતરની આંટી પહેરાવી હતી. ત્યારબાદ તેમને ગાંધી આશ્રમ વિશે જાણકારી આપવામાં આવી હતી. સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે જોડાયા હતા. 

    આ ઉપરાંત ઉપ-રાષ્ટ્રપતિ  એક્સેલન્સ ઇન હાયર એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કોબા ગાંધીનગર ખાતે  ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ 55 . 38 કરોડની વધારાની માળખાકીય સુવિધાઓનું ઇ-લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. આ સાથે જ તેઓ ઇન્સ્ટીટ્યુટ ઓફ  ઇન્ફ્રાસ્ટ્રક્ચર  ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ ખાતે એક્સેલન્સ ઇન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવશે. જે કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

    ૨૧મી સદીના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા તેમજ રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી વિદ્યાર્થીઓને આર્થિક પગભર બનાવી શકાય તેવા હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગ, અંતર્ગત એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતેના રબર, પ્લાસ્ટીક અને કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના બિલ્ડીંગ તેમજ અન્ય ભવનો તેમજ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે ઈ-ભૂમિપૂજન કરશે જે માટે રાજ્ય સરકાર દ્વારા આ માટે લગભગ રૂ. ૨૫ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.

    આ ઉપરાંત, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અત્રી સ્પેશ્યલ લર્નિંગ સપોર્ટ સેન્ટર, ગુરુકુલ મોડલ લર્નર સપોર્ટ સેન્ટર તેમજ રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમનું પણ ઈ-ભૂમિપૂજન કરવામાં આવનાર છે, જે માટે રૂ. ૧૨ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે સરકારી ઇજનેરી કોલેજ, ગાંધીનગર ખાતે અંદાજિત રૂ. ૧,૭૫૪ લાખના ખર્ચે નિર્મિત ઈમારતનું ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે. કાનૂની અને પર્યાવરણ ક્ષેત્રના કેટલાક સ્ટાર્ટઅપ્સ/ઉદ્યોગ સાહસિકો અને રાજ્ય ન્યાયતંત્રના તાજેતરમાં ભરતી થયેલા ન્યાયાધીશોને ઉપરાષ્ટ્રપતિ દ્વારા બિરદાવવામાં આવશે.

    તાજેતરમાં શિક્ષણ વિભાગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કેમ્પસની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોને વાઇ-ફાઇ સુવિધા સાથે સક્ષમ કરી છે. કાર્યક્રમ દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ WiFi સક્ષમતા પહેલને લોન્ચ કરશે.વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર અને પ્રોવોસ્ટને શિક્ષણ વિભાગની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) 2.0. અંતર્ગત  ઉપરાષ્ટ્રપતિના વરદ હસ્તે ગ્રાન્ટ વિતરિત કરવામાં આવશે.

    આ પ્રસંગે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)ના લાભાર્થીઓને શિષ્યવૃત્તિ અને SHODH યોજના અંતર્ગત લાભાર્થીઓને  સ્ટાઈપેન્ડનું વિતરણ પણ કરવામાં આવશે. SHODH- ScHeme Of Developing High quality research યોજના અંતર્ગત વિવિધ વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે યુનિવર્સિટીઓમાં ગુણાત્મક સંશોધન (પીએચડી)ને પ્રોત્સાહન આપવા માટે સંશોધન કરનાર વિદ્યાર્થીને ૨ વર્ષમાં કુલ રૂ.૪ લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ૧,૭૪૬ વિદ્યાર્થીઓને રૂ. ૪૨.૬૯ કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) યોજના હેઠળ હાલ સુધીમાં 344909 વિદ્યાર્થીઓને રૂ. 1477.79 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ 2022-23 દરમિયાન 70,000 વિદ્યાર્થીઓને રૂ. 350 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply