કચ્છમાં સર્જાયો ગોઝારો અકસ્માત,પાંચ લોકોના ઘટના સ્થળે મોત અનેક લોકો ઘાયલ
Live TV
-
પશ્ચિમ કચ્છના કેરા મુન્દ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પાંચ લોકોનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. સાથે જ અનેક મુસાફરો ઘાયલ થયા છે જેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.... ઘટના સ્થળે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથે જ ઈજાગ્રસ્તો ઝડપી સાજા થાય તે અંગે પ્રાર્થના કરી હતી..

પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ પાસે આવેલા માનકુવાના મુન્દ્રા – કેરા રોડ ઉપર બાબીયા ગામ પાસે એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થવાને લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ખાનગી બસનો કુચ્ચો વળી ગયો હતો ત્યાં જ બસમાં સવાર લોકોના શરીરના અંગો રસ્તા પર વેરાયેલા જોવા મળ્યા હતા.હાલમાં પાંચથી વધુ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા તો આ મૃત્યુઆંકની સંખ્યા વધી પણ શકે છે. હાલમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બપોરના સમયે આ અકસ્માત થયો હતો. એક કન્ટેનર દ્વારા ઓવરટેક કરવા જતાં મિની બસ સાથે ટકરાયું હતું. જેમાં બસનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો.અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મિની બસ ભુજથી મુંદ્રા તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ઉતાવળે 108 પણ પહોંચી ગઇ હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.