કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય
Live TV
-
મોંઘવારી ભથ્થામાં આ ત્રણ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-01-01-2022ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
મોંઘવારી ભથ્થામાં આ ત્રણ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદ્અનુસાર, જાન્યુઆરીથી માર્ચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઓગસ્ટ 2022ના પગાર સાથે તેમજ એપ્રિલથી જૂનના તફાવતની રકમ સપ્ટેમ્બર 2022 ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-2022ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1,400 કરોડનું નાણાકીય ભારણ વધશે.
