Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાએ સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને ખુલ્લું મૂક્યું

Live TV

X
  • ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ૧૧૬ સ્ટોલમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી અને સરીન મશીન પ્રદર્શિત કરાશે

    વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય તે હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત અવધ યુટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા.15 થી 17 જુલાઈ દરમિયાન આયોજિત ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગમંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ વેળાએ કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
     આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગના થઇ રહેલા અપ્રતિમ વિકાસથી સમગ્ર દુનિયાએ ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલી છે. હાલ આયુર્વેદ, ડિઝાસ્ટર અને સોલાર એલાયન્સ જેવા મુખ્ય વિભાગોના કેન્દ્ર ભારતમાં છે ત્યારે ડાયમંડ ક્ષેત્રને પણ આ સિદ્ધિ હાંસલ થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
     તેમણે વધુમાં કહ્યું કે, ડાયમંડનો વ્યાપાર એ ભરોસાથી ચાલતો વ્યવસાય છે, ત્યારે સુરતના તમામ ભરોસેમંદ વ્યાપારીઓએ તેનું સાર્થક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મંત્રી એ દુનિયાભરમાં યોજાતી વિવિધ ક્ષેત્રોની તમામ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માફક સુરત શહેર ડાયમંડ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની યજમાની કરવા ઉપરાંત સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલું હીરાનું અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું.
     ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સને સૌથી ઉમદા જનભાગીદારીનો પ્રોજેક્ટ ગણાવતા કહ્યું કે, ડાયમંડ બુર્સ હીરા સહિત અન્ય ક્ષેત્રોના વિકાસમાં નિમિત્ત બનશે. ડાયમંડ બુર્સની સુરક્ષા હેતુ ટૂંક સમયમાં ખજોદ ખાતે બિલ્ડિંગ નજીક ગુજરાતનું સૌથી હાઈટેક પોલીસ સ્ટેશન બનાવાશે. વધુમાં તેમણે કહ્યું કે, સુરતના ડાયમંડ વેપારીઓની  અન્ય રાજ્યના વ્યાપારીઓ કે અસામાજિક તત્વો દ્વારા થતી છેતરપિંડીના કેસો અથવા નાણાકીય લેણદેણના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવશે. આ સંદર્ભે તેમણે સુરત ડાયમંડ એસોસિએશન સાથે સંકલન કરી આ પ્રકારની અરજીઓ પહોંચતી કરવાનું સૂચન કર્યું હતું.
     નોંધનીય છે કે, આ વર્ષે નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનો પણ એક્ઝિબિશનમાં સમાવેશ કરાયો છે. કેરેટ્સ એક્ષ્પોએ હીરા ઉદ્યોગના વેપારીઓ માટે નવું માર્કેટ ઉભું કર્યું છે. ત્રિદિવસીય લૂઝ ડાયમંડ એક્ષ્પોમાં કુલ 1 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી મશીન, સરીન મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલનો સમાવેશ થાય છે. 
     આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા, પ્રવિણભાઈ ઘોઘારી, પ્રદ્મશ્રી મથુરભાઈ સવાણી, સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ ખૂંટ, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા, વસંતભાઈ ગજેરા, મુકેશભાઈ પટેલ, સી.પી.વાનાણી, CCITના કમિશનર કવિતા ભટ્ટનાગર, સુરત ડાયમંડ એસો.ના કન્વીનર ગૌરવ સેઠી સહિત હીરા ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply