Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ NSDC-PDEU દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સનું કર્યું ઉદ્ઘાટન

Live TV

X
  • કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નું લૉન્ચિંગ કર્યું હતું. લૉન્ચ દરમિયાન સંબોધન કરતા જયંત ચૌધરીએ જણાવ્યું કે, “યુનિવર્સિટીઓ ફક્ત શિક્ષણ સંસ્થાઓ નથી – તે એક એવો સેતુ છે જે યુવા માનસને વાસ્તવિક દુનિયાની સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે જોડે છે. તેમને ટેક્નિકલ સજ્જતા અને વૈવિધ્યસભર જ્ઞાન પ્રદાન કરીને, તેઓ વિદ્યાર્થીઓનો વિવેચનાત્મક રીતે વિચારવા, નવીનતામાં ઝંપલાવવા અને અસરકારક રીતે અનુકૂલન પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે. યુવા વિકાસની આ યાત્રામાં, ગુજરાત એક પથદર્શક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉદ્યોગો સાથે ભાગીદારી અને સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને યુનિવર્સિટીઓ એવા વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહી છે જેઓ તેમની કારકિર્દી માટે સજ્જ હોવાની સાથે વિચારશીલ, સર્જનાત્મક અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ પણ છે.”

    તેમણે એ પણ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં યુનિવર્સિટીઓને ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓને કૌશલ્યની તાલીમ મળે તે સુનિશ્વિત કરવું જોઇએ. “આપણે યુનિવર્સિટીઓને ઇનોવેશન માટે સક્ષમ બનાવવાની છે. તે દેશના વિકાસમાં યોગદાન આપશે. અત્યારે ખાનગી કંપનીઓ ઘણી રીતે ઇનોવેશન કરે છે પણ તે સ્વભાવિકપણે તેમના ફાયદા માટે હશે. પણ જ્યારે યુનિવર્સિટી ઇનોવેશન કરે છે, તો તે દેશને ફાયદો કરે છે.” CoE વિશેષ તાલીમ પૂરી પાડવા માટે અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ ધરાવતી પ્રયોગશાળાઓથી સજ્જ હશે. આ સેન્ટર સેમિકન્ડક્ટર ઉત્પાદન, નવીનીકરણીય અને બિન-નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ એજ, સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં 40 થી વધુ ઑનલાઇન અને હાઇબ્રિડ અભ્યાસક્રમો ઑફર કરશે.

    આ મહિનાની શરૂઆતમાં NSDC અને PDEU વચ્ચે આ સંદર્ભમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇને કરાયેલા આ 40  અભ્યાસક્રમો ITI, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમોના વિદ્યાર્થીઓને સુવિધાઓ આપશે. આ અભ્યાસક્રમો ટિયર-1, ટિયર-2 અને ટિયર- 3 સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઊર્જા, આરોગ્ય, પાણી અને ખોરાક સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ કૌશલ્ય સમૂહોમાં વ્યવહારુ અનુભવથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

    NSDC અને PDEU વચ્ચેની ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કાર્યબળના નિર્માણ તરફ એક પરિવર્તનશીલ પગલું છે, જે ભારતના આર્થિક વિકાસ અને ટેકનોલોજીકલ નેતૃત્વ માટે મહત્વપૂર્ણ છે. તે મેક-ઇન-ઇન્ડિયા રેડીનેસ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આત્મનિર્ભર ભારતની પ્રગતિને વેગ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
apply