કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ભરૂચના જંબુસર ખાતે ભારતનો સૌ પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આવશે. ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે Gujarat Industrial Development Corporation (GIDC) દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમિટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
સ્કીમ સ્ટીયરીંગ કમિટી દ્વારા પ્રપોઝલ ચકાસ્યા બાદ ગુજરાત રાજ્યનાં ભરુચ જીલ્લાનાં જંબુસર તાલુકા ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. જે થકી ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. ૧૦૦૦ કરોડ ની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે. આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ખૂબ જ ફાયદો થશે.
