ગાંધીનગરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, રોકાણથી યુવાનોને થશે ફાયદો
Live TV
-
ગુજરાતે ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી 2022 માં જ અમલી કરી દીધી
ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનનો મહત્વપૂર્ણ હિસ્સો બનવા ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વીઝનરી લીડરશીપમાં સજ્જ થઈ રહ્યુ છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આધુનિક વિકાસના આ યુગમાં સેમિકન્ડક્ટર વગર કોઈપણ ઔદ્યોગિક વિકાસની કલ્પના કરવી અસંભવ છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સાથે સંલગ્ન અનેક સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસીલીટીઝ સાથે દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ્સની સ્થાપના માટે પહેલી પસંદ બન્યું છે.
આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં વિવિધ દેશોના અને ભારતના મળીને 1500 થી વધુ પ્રતિનિધિઓ, 250 થી વધુ એકઝીબિટર્સ સહભાગી થઈ રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની આ કોન્ફરન્સમાં પ્રેરક ઉપસ્થિતિમાં સેમિકન્ડક્ટર અને ફેબ ક્ષેત્રમાં રોકાણો માટેના 8 એમ.ઓ.યુ., સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન કોમ્પેડીયમનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારતની વૈશ્વિક સ્થિતિ દિવસે દિવસે મજબૂત થતી જાય છે.
ગુજરાતે ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી 2022 માં જ અમલી કરી દીધી
ગુજરાતે ભારત સરકારની પેટ્રન પર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન કાર્યરત કરીને મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વિકસાવવી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતે ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી 2022 માં જ અમલી કરી દીધી છે. એટલું જ નહિ, ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોના વિશાળ વિકાસની સંભાવનાઓ ઓળખી લઈને પ્લગ એન્ડ પ્લે ફેસીલીટીઝ સાથે દેશના પહેલા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે તેનો વિકાસ શરૂ કર્યો છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ ગુજરાતમાં એ.આઈ., મશીન લર્નિંગ અને એનાલીટીક્સ જેવી ટેકનોલોજી અને ઉદ્યોગ તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલીસી પણ જાહેર કરવામાં આવી છે તેની વિગતો આપી હતી. ધોલેરા SIR ખાતે સેમિકન્ડક્ટર ઉપરાંત દરેક ઉદ્યોગોને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકારે અનેકવિધ પગલાઓ લીધાં છે. ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓ, અવિરત વીજ પુરવઠો, ગેસ પુરવઠો,પાણી પુરવઠો, ધોલેરાને સુદ્રઢ કનેક્ટીવીટી પૂરી પાડતો એક્સપ્રેસ-વે, ભીમનાથ રેલ્વે સ્ટેશન અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. કાર્ગો સુવિધાઓ માટે એરપોર્ટ લગભગ જુલાઈ-2025 સુધીમાં કાર્યરત થશે, તેમ મુખ્ય સચિવએ ઉમેર્યું હતું.
સેમિકન્ડક્ટર ખૂબ જ ઝડપથી વિકાસ
આ પ્રસંગે જેટ્રોના ચેરમેન અને સી.ઈ.ઓ. ઇશિગુરો નોરિહિકોએ જણાવ્યું હતું કે, એક વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત અને ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસીસ્ટમ ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહી છે. ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસીસ્ટમને વધુ મજબૂત બનાવવામાં અમારી કંપની જેટ્રો પણ મહત્વનું યોગદાન આપશે. આજે ગુજરાતમાં ધોલેરા SIR ખાતે વિકસી રહેલી સેમિકન્ડક્ટર ઉદ્યોગોના પરિણામે, ભવિષ્યમાં ધોલેરા દેશના મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ સેન્ટર તરીકે ઉભરી આવશે.