ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોષીનું 84 વર્ષની વયે નિધન
Live TV
-
પ્રધાનમંત્રીએ ગુજરાતી કવિ અનિલ જોશીના, નિધન પર શોક વ્યક્ત કર્યો
ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોષીનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના દીકરા સંકેત જોષીએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી હતી. અનિલ જોષી તેમની રચના 'કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે' ઉપરાંત 'મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો' ગીત દ્વારા વિશેષ જાણીતા છે. ગોંડલમાં જન્મેલા આ કવિએ છેલ્લા ઘણા વર્ષોથી મુંબઇને પોતાની કર્મભૂમિ બનાવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ગુજરાતી કવિ અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો. ગુજરાતી ભાષામાં શોક વ્યક્ત કરતા, પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, “ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોશીના નિધન વિશે સાંભળીને, મને દુઃખ થયું છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
વર્ષ 1970માં ‘કદાચ’ નામનો અને 1981માં ‘બરફના પંખી’ નામનો કાવ્યસંગ્રહ આપનાર આ કવિને એમના ‘સ્ટેચ્યુ’ નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.