Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ઉપર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારેવરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ

Live TV

X
  • અમરેલી, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ, જ્યારે 26 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

    હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારેવરસાદની આગાહી કરવામાં આવી છે.. મધ્ય પ્રદેશમાં નિર્માણ પામેલ ડીપ ડિપ્રેસન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે.. જેને પગલે 26, 27 અને 28 ઓગસ્ટના રોજ ભારે વરસાદ વરસી શકે છે.. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે..

    રાજ્ય ઉપર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેમાં રાજસ્થાનના જેસલમેર પર એક મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. જ્યારે દક્ષિણ ગુજરાત ઉપર ઓફ શોર ટ્રફની અસરને કારણે ભારતથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે, ગુજરાત માટે અતિભારે વરસાદની શક્યતા 48 કલાક રાજ્ય માટે ભારે. અમરેલી, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 26 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું.

    હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહ ભરે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

    રાજ્યના 192 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. પંચમહાલના મોરવામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આણંદ, ખેડા  અને ગોધરામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે.  તેમાં પણ વરસાદની ઘટથી પ્રભાવિત મધ્યગુજરાતમાં મેઘરાજાની વિશેષ મહેર જોવા મળી છે.  ઉભા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.દરમિયાન, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર - કચ્છના તમામ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply