ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે 'સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો' વિષય પર સેમિનાર તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આજે ગાંધીનગર ખાતે 'સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો' વિષય પર સેમિનાર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પેકેજીંગના ઉદ્યોગમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા માટે તથા પ્લાસ્ટિક સિવાયના ટકાઉ મટીરીયલના ઉપયોગમાં વધારો થાય તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, આપણા વેદોએ ખૂબ જ સચોટ રીતે કહ્યું છે કે હવા, પાણી, જમીન અને કુદરત તમામ આપણા અસ્તિત્વનો આધાર છે. વર્તમાન સમયમાં આપણે સૌ ક્લાઇમેટ ચેન્જની અસરો અનુભવીએ રહ્યા છીએ. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ અસરને વધુ તીવ્ર બનતી જોઈ છે અને અણધારી આફતોનો સામનો પણ કર્યો છે.
મંત્રી મુળુ બેરાએ વધુમાં કહ્યુ હતું કે, સિમેન્ટ ઉધોગોની પ્રાઇમ પ્રોડક્ટનું પેકેજીંગ બ્રાઉન પેપરમાં કરવામાં આવે છે જ્યારે ઓપીસી અને પીપીસી જે રેગ્યુલર ઉપયોગ માટે વપરાય છે તે પ્રકારની સિમેન્ટનું પેકેજિંગ પ્લાસ્ટિકમાં કરવામાં આવે છે. જો સિમેન્ટની તમામ પ્રોડક્ટનું પેકેજિંગ બ્રાઉન પેપરમાં કરવામાં આવે તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી સંતુલિત વિકાસમાં ખુબ મોટુ યોગ દાન આપી શકાય. સિમેન્ટ પ્લાસ્ટિક તેમજ અન્ય ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ સેમિનારમાં ઉપસ્થિત છે ત્યારે સાથે મળી સંતુલિત વિકાસનો રોડ મેપ તૈયાર થાય તે જરૂરી છે.