ગુજરાત બોર્ડ પરીક્ષા આજથી શરું, ધો.10 અને 12 બોર્ડના લાખો વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Live TV
-
આ વર્ષે કૂલ 5222 સ્કૂલ બિલ્ડિગોમાં 50,9991 બ્લોકમાં પરીક્ષા લેવાશે
અત્યારે CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે 27 ફેબ્રુઆરી 2025, ગુરુવારથી ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. આજે ગુજરાતભરમાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓ જીવનની મહત્વની ગણાતી પરીક્ષા આપશે. આ માટે શિક્ષણ બોર્ડ સજ્જ થઈ ગયું છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કૂલ 14 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
આ વર્ષે કૂલ 5222 સ્કૂલ બિલ્ડિગોમાં 50,9991 બ્લોકમાં પરીક્ષા લેવાશે
જેમાથી 1.15 લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને 32 હજારથી વધારે આઈસોલેટેડ તેમજ 39,600 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે. જોકે, આ આંકડાઓ પ્રમાણએ ગત વર્ષની તુલનાએ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. બોર્ડે જાહેર કરેલી વિગતો પ્રમાણે આ વર્ષે સગ્ર ગુજરાત રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.10 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. ત્યારે 156 જેટલી સ્કૂલ બિલ્ડીંગો ઘટી છે. 3300થી વધુ બ્લોક ઘટ્યા છે. આ વર્ષે કૂલ 5222 સ્કૂલ બિલ્ડિગોમાં 50,9991 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
કુલ 87 ઝોનમાં 989 કેન્દ્રોનાં 3203 બિલ્ડિંગોમાં 31397 બ્લોકમાં લેવાશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1661 કેન્દ્રોમાં 5222 સ્કૂલ બિલ્ડિંગોમાં 50,991 બ્લોકમાં લેવાશે. ગત વર્ષે 1634 કેન્દ્રોમાં 5378 બિલ્ડિંગોમાં 54,292 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જોકે, આ વર્ષે નવા કેન્દ્રોની માંગણીઓને પગલે કુલ 27 કેન્દ્રો વધ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ ઘટના 156 સ્કૂલ બિલ્ડિંગો ઘટી અને 3303 બ્લોક ઘટ્યા છે. ગુજરાત બોર્ડે જાહેર કરેલા એક્શન પ્લાન પ્રમાણે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા કુલ 87 ઝોનમાં 989 કેન્દ્રોનાં 3203 બિલ્ડિંગોમાં 31397 બ્લોકમાં લેવાશે.
નિષ્કાળજી દાખવનાર ખંડ નિરીક્ષક સામે કાયદાકીય કાર્યવાહી કરાશેનિષ્કાળજી દાખવનાર ખંડ નિરીક્ષક સામે કાયદાકીય કાર્યવાહી કરાશે
ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 54 ઝોનમાં 152 કેન્દ્રોમાં 554 બિલ્ડિંગમાં 5680 બ્લોકમાં અને ધોરણ 12 સા. પ્ર.ની પરીક્ષા 59 ઝોનમાં 520 કેન્દ્રોનાં 1465 બિલ્ડિંગોમાં 13,914 બ્લોકમાં લેવાશે. ધોરણ 12 સાન્યસમાં આ વર્ષે એ ગ્રુપમાં 36,455 તથા બી ગ્રુપમાં 64,338 અને એબી ગ્રુપમાં 20 સહિત કુલ 111384 વિદ્યાર્થીઓ છે. ગુજરાત શિક્ષણ બોર્ડના એક્શન પ્લાન પ્રમાણે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ બનશે. વિદ્યાર્થી તેનો બેઠક નંબર પ્રશ્નપત્ર લખે તેની કાળજી ખંડ નિરિક્ષકે રાખવાની રહેશે. નિષ્કાળજી દાખવનાર ખંડ નિરીક્ષક સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.