Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્યમાં વરસાદે આંશિક વિરામ લીધો

Live TV

X
  • રાજ્યમાં વરસાદે આંશિક વિરામ લીધો છે વરસાદનું જોર ઘટતા તંત્ર સાથે નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો. વલસાડના ધરમપુર અને કપરાડામાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે નવસારીના ખેરગામ, ચિખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો , તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના બે જીલ્લા વલસાડ અને ડાંગ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જયારે  સુરત, તાપી, નવસારી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આગામી 2 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે અને સામાન્ય કરતા વધુ મોજાઓ હાલ અલંગના દરિયામાં ઉછળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અત્યારે કોઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ અપાઈ છે. સાથે જ સાથે જ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને જોતા બચાવકાર્ય માટે નવસારી જિલ્લામાં NDRFની 6 ટીમ, સુરતમાં 3, વલસાડમાં 2, ભરૂચ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, કચ્છ, જામનગર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ, નર્મદા, તાપી અને વડોદરામાં  NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply