ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2024માં સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે વેપાર વધારવા તાઈવાને તત્પરતા દર્શાવી
Live TV
-
તાઈવાનના મુંબઈ સ્થિત ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ હોમર સીવાય ચાંગે શુક્રવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
હોમર સીવાય ચાંગે ગુજરાત સાથે ખાસ કરીને સેમીકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વેપાર સંબંધો વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
હોમર સીવાય ચાંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. તેઓ ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2024માં ભાગ લેશે. કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર દરમિયાન ગુજરાતના સીએમ અને હોમર સીવાય ચાંગની વન-ટુ-વન મીટિંગ પણ થઈ હતી.
જણાવી દઈએ કે આ બેઠક અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ધોલેરામાં તાઈવાનના શિન્સુ સાયન્સ પાર્ક જેવી અદ્યતન સુવિધાઓ સાથે સેમિકોન સિટીના નિર્માણમાં રાજ્ય સરકાર તાઈવાનના માર્ગદર્શન અને કુશળતાનો લાભ લેવા માંગે છે.
તેમણે તાઈવાનના પ્રતિનિધિમંડળ સાથે સેમિકન્ડક્ટર સિવાયના હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી. જે અંગે ધોલેરા અને સાણંદમાં શકયતાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.