ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા HIV/એઇડ્સ,રકતદાન જનજાગૃતિ બાબતે માર્ગદશન
Live TV
-
સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વ વિદ્યાલયના એન.એસ.એસ. વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યુનિવર્સિટીના અંદાજિત 800 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વલ્લભ એમ.પટેલના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં બીબીએ કોલેજના આચાર્ય ડૉ. રમાકાંત પૃષ્ટીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં ડૉ. રાજેશ ગોપાલ એડિશનલ પ્રોજેક્ટ ડાયરેકટર (GSACS- અમદાવાદ) તેમજ ડાયરેક્ટર SBTC અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડૉ. કેતુલ અમીન- જોઇન્ટ ડાયરેક્ટર IEC GSACS ઉપસ્થિત રહ્યા હતા ડૉ. અનુપ અમીન જોઇન્ટ ડાયરેક્ટર BSD, GSACS દ્વારા ઉપસ્થિત રહી ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના NSS સ્વયંસેવકો દ્વારા HIV તેમજ એડ્સ જાગૃતિ બાબતે સુંદર નાટિકા રજૂ કરવામાં આવી હતી. રક્ત દાન જાગૃતિ કાર્યક્રમ બાબતે ડૉ. કેતુલ અમીન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સ્વાગત નૃત્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડીનેટર ધર્મેન્દ્ર રાઠોડ અને ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર યૂથ અફેર તુષાર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા NSS ના ઉત્સાહી સ્વયંસેવકો દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. સાંપ્રત સમયમાં જ્યારે યુવાધન વિવિધ ઉજવણીઓ ઉજવવામાં વ્યસ્ત છે. ત્યારે ઉપરોક્ત કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
