Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, મુંબઈમાં 800 કરોડનું MD ડ્રગ ઝડપાયું

Live TV

X
  • ગુજરાત ATSએ બુધવારે મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ATSએ રૂપિયા 800 કરોડના MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. સુરતમાં ડ્રગ ફેક્ટરીના ઘટસ્ફોટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

    ગુજરાત ATSએ રૂપિયા 800 કરોડના MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. ATSએ ગયા મહિને 18 જુલાઈના રોજ સુરતમાં ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ પછી એટીએસે જ્યારે આ મામલે વધુ તપાસ કરી તો સામે આવ્યું કે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવતા ભિવંડીમાં પણ એમડી ડ્રગનો કારોબાર ચાલી રહ્યો છે. ATSએ ત્યાંના ફ્લેટમાં MD ડ્રગ્સનું ઉત્પાદન કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. ATSએ સ્થળ પરથી 792 કિલો લિક્વિડ એમડી ડ્રગ જપ્ત કર્યું છે જેની કિંમત 800 કરોડ રૂપિયા છે.

    ગુજરાત ATSના એસપી સુનીલ જોશીએ જણાવ્યું કે, આ કેસમાં મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે. આ બંને અગાઉ દુબઈમાં દાણચોરી કરતા હતા. સુરત પ્લાન્ટ કેસમાં આ બંનેની ભૂમિકા સામે આવી હતી. આ પછી દરોડો પાડવામાં આવ્યો હતો. ATSને આમાં આ સફળતા મળી છે. જોશીએ જણાવ્યું કે, ભિવંડીના એક ફ્લેટમાં ત્રણ ભાઈઓ મળીને એમડી ડ્રગ્સ બનાવવાનું કામ કરતા હતા. જોષીએ જણાવ્યું હતું કે અન્ય એક કેસમાં એટીએસને જાણવા મળ્યું હતું કે ભરૂચમાં ટ્રામાડોલ નામની દવાનું ઉત્પાદન થતું હતું. તેનું નિર્માણ પંકજ રાજપૂત નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. ATSએ 31 કરોડનો સામાન રિકવર કર્યો છે. 

    ગુજરાત ATSની ટીમે મુંબઈના ભિવંડી ખાતેના એક ફ્લેટમાંથી 792 કિલો લિક્વિડ MD ડ્રગ્સ રિકવર કર્યું છે. આ ડ્રગ્સની કિંમત 800 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આરોપીઓમાં મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ પણ દાણચોરીમાં સામેલ હતા.

    આ બંને આરોપીઓ સુરત કેસના આરોપી સુનીલ યાદવ સાથે સંપર્ક ધરાવે છે. આ આરોપી દુબઈના સ્થાનિક પેડલર્સ સાથે મળીને એમડી ડ્રગ્સ બનાવતા હતા. ત્રણ ભાઈઓ મળીને ડ્રગ્સ બનાવવાનું કામ કરતા હતા.

    આ ઉપરાંત ATSએ ભરૂચમાંથી ડ્રગ ટ્રેમાડોલ બનાવનાર પંકજ રાજપૂત અને નિખિલ કપુરિયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી 31 કરોડનો સામાન મળી આવ્યો છે. આ ટ્રામાડોલનો ઉપયોગ આતંકવાદી સંગઠનો કરે છે. મુખ્ય આરોપી કેવલ ગોંડલિયા અને હર્ષિતની શોધ હજુ ચાલુ છે. આ આરોપીઓ આ ડ્રગ આફ્રિકા મોકલતા હતા.

    ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ સ્થાનિક વેપારીઓના સંપર્કમાં હતા અને તેમને ડ્રગ્સ સપ્લાય કરતા હતા. જે કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું તે આફ્રિકા મોકલવાનું હતું.

    તમને જણાવી દઈએ કે આ પહેલા 18 જુલાઈના રોજ ગુજરાત ATSની ટીમે સુરતના પલસાણામાં એક ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને નશીલા પદાર્થો બનાવવા માટે વપરાતા ડ્રગ્સ અને કાચા માલનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. ATSની ટીમને પલસાણાના કારેલીમાં આવેલી ફેક્ટરીમાં ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી. ATSને બાતમી મળી હતી કે, રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલી ફેક્ટરીમાંથી ડ્રગ્સની હેરાફેરી ચાલી રહી છે. ગુપ્ત માહિતીના આધારે, ગુજરાત ATSએ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો. આ દરમિયાન ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply