ગુજરાત ATS અને DRI ના સંયુક્ત દરોડાથી અમદાવાદમાં થયો સોનાનો ઘટસ્ફોટ
Live TV
-
જો આ કેસમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે
ગુજરાતીના અમદાવાદમાંથી સનસનાટીભરી ઘટના સાંભળી સૌ ચોંકી ગયા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાંથી એક બંધ ફ્લેટમાંથી આશરે 100 કિલો જેટલું સોનું મળી આવ્યું છે. આ ફ્લેટમાં સોનું છુપાવ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બંધ ફ્લેટમાં સોનાનો ખજાનો છે, તે ફ્લેટ શેર બજારના ઓપરેટરના સંબંધીઓનો હોવાનું કહેવાય છે. આ ફ્લેટમાંથી 100 કિલો જેટલું સોનું મળ્યું છે. આટલા મોટા પ્રમાણમાં સોનું છુપાવ્યું હોવાની બાતમી મળતાં એજન્સીઓ પણ ચોંકી ગઈ હતી.
જો આ કેસમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે
અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના અને રોકડનો ખજાનો કબજે કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ ATSની સાથે DRI ની ટીમ પણ કરી રહી છે, સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યાં DRI ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા હતા. અહીં સર્ચ ઓપરેશન હાથ ધરતા 100 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હતું. આ ઉપરાંત 70-80 લાખ રોકડા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા પાલડી વિસ્તારમાં આવેલ આ બંધ ફ્લેટની ચાવી વકીલ પાસે હોવાની જાણ થતા વકીલ પાસે બંધ ફ્લેટની ચાવી મંગાવવામાં આવી હતી. તાજેતરમાં એવી પણ માહિતી મળી રહી છે કે જો આટલું બધુ સોનું અહીં છુપાવવામાં આવ્યું છે, પણ જો આ કેસમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે.
આ ફ્લેટ 100 કિલોની આસપાસ સોનાનો જથ્થો હોવાનું અનુમાન છે
અમદાવાદમાં શેર ઓપરેટરનાં સબંધીનાં બંધ ફ્લેટમાં સ્ટેટ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ATS ની સાથે DRI ની ટીમ પણ જોડાઈ હતી. DRI ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા છે. બંધ ફ્લેટમાં 100 કિલોથી વધુ સોનું હોવાની બાતમી એજન્સીઓને મળી હતી. શેર બજારના ઓપરેટર મેઘ શાહનાં સબંધીનાં ફ્લેટમાં સોના અને રોકડનો ખજાનો છે. આ ફ્લેટ 100 કિલોની આસપાસ સોનાનો જથ્થો હોવાનું અનુમાન છે.