ગૂજરાત વિદ્યાપીઠનમાં કરાયું હેકથોનનું આયોજન, 50 ટીમમાં 187 વ્યક્તિઓની પસંદગી
Live TV
-
કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અને Odoo India Pvt. Ltd. દ્વારા રાષ્ટ્રીય સ્તરે Odoo X Gujarat Vidyapith - Hackathon’25ના આયોજન માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું. હેકથોન 25 માટે વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને પ્રાધ્યાપકો પાસેથી સમસ્યા-કથન (પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ) મંગાવવામાં આવ્યા હતા.
કુલ 20 સમસ્યા-કથનમાંથી 3 સમસ્યા-કથનની પસંદગી કરવામાં આવી હતી. કુદરતી ખેતી અને સભાનતાનો સેતુ, સમાવેશ અને સલામતી માટે મહિલા સશક્તિકરણ ટેકનોલોજી, કાર્બન ફૂટપ્રિન્ટ ટ્રેકર આમ આ 3 સમસ્યા-કથનની પસંદગી કરવામાં આવી છે.
હેકથોન 25ની જાગ્રતિ ફેલાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના એમસીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગુજરાતની 80 કરતાં વધારે એન્જિનિયરિંગ અને MCA કૉલેજમાં રૂબરૂ ગયા હતા. તેમણે જે તે કૉલેજના વિદ્યાર્થીઓને હેકથોન 25 વિશે માહિતી આપીને તેમને હેકથોન 25માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
હેકથોન 25 અંતર્ગત, ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોનાં 370 સંસ્થાનોનાં 1402 ભાઈઓ અને 615 બહેનો એમ કુલ 2017 વ્યક્તિઓએ નોંધણી કરાવી હતી. જેમાં પ્રથમ તબક્કાનાં અંતે ટોચની 50 ટીમની પસંદગી કરવામાં આવી હતી જેમાં 142 ભાઈઓ અને 45 બહેનો એમ કુલ 187 વ્યક્તિઓની પસંદગી કરાઈ.
22-23 માર્ચ, 2025 દરમ્યાન ટોચની 50 ટીમ ગૂજરાત વિદ્યાપીઠમાં ચોવીસ કલાક દરમ્યાન કોડિંગ કરી પોતાની જીતનો દાવો રજૂ કર્યો હતો અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે આવનાર ટીમને 1,50,000 દ્વિતીય ક્રમે આવનાર ટીમને 75000 અને તૃતીય ક્રમે આવનાર ટીમને 50,000નું પુરસ્કાર ચેક સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે દરેકને ઈનામો અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.