ચોમાસાની ઋતુમાં વિજયનગરના પોળોના જંગલોમાં પ્રકૃતિની ભેટ સોળે કળાએ ખીલી ઉઠી
Live TV
-
હાલ ચોમાસાની મોસમ ચાલી રહી છે. મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે વિજયનગરના પોળોના જંગલોમાં પ્રકૃતિની ભેટ સોળે કળાએ ખીલી ઉઠી છે . પોળોના જંગલોએ કુદરતી લીલી ચાદર ઓઢી લીધી છે. નદી, ઝરણાં અને ધોધ વહી રહ્યા છે. સાતમ-આઠમના તહેવારોને કારણે સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના પોળોમાં સહેલાણીઓ મજા માણવા ઉમટી રહ્યા છે. શનિવાર અને રવિવારે નાગરીકો દૂરદૂરના અંતરેથી પ્રકૃતિના ખોળે મજા માણવા આવતા હોય છે. આ સ્થાનને સરકારે પ્રવાસન ધામ જાહેર કરતાં પર્યટકો સરકારનો આભાર માની રહ્યા છે. પ્રવાસીઓ ઈ-રીક્ષાની પણ મજા લઈ રહ્યા છે. પ્રવાસીઓ માટે અહીં હોટેલ, ખાણી-પીણીની લારીઓની પણ વ્યવસ્થા હોવાથી સાદુ ભોજન, કાકડી, મકાઈના ડોડા તેમજ નુડલ્સની મજા માણી રહ્યા છે.
