જુનાગઢમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં વિવિધ સેવાકીય કાર્યો યોજાયા
Live TV
-
રવિવાર તારીખ ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સિવાય જુનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવા સેતુ, મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. તેમજ કેન્દ્રીય મંત્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા ૯૬ લાખ ૪૯ હજારના વિવિધ કામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
રવિવાર તારીખ ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યારે મેદસ્વિતામાંથી મુક્ત બનવા માટેની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત સરકારી કચેરીઓ, વિભાગો, અધિકારીગણ, કર્મચારીગણ સહિત અબાલ વૃદ્ધ તમામ નાગરિકો તેઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને, સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરે તે માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સન્ડે ઓન સાયકલ આ કાર્યક્રમ થકી નાગરિકો સાયકલ ચલાવવા પ્રત્યે ઉત્સાહ દાખવે તેવો ઉમદા હેતુ રહેલો છે. આજરોજ જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી દામોદર કુંડ સુધી સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રીશ્રી સાથે અનેક લોકો જોડાયા હતા.આ તકે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશનો દરેક નાગરિક સ્વસ્થ હોય તે ખૂબ આવશ્યક છે. જે માટે સન્ડે ઓન સાયકલ મુહિમ ચલાવવામાં આવી રહી છે. પ્રત્યેક નાગરિક રવિવારના રોજ એક કલાક સાયકલ ચલાવે જેનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે. આ મુહિમમાં આબાલવૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ બનશે.
આ સિવાય જુનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવા સેતુ, મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. તેમજ કેન્દ્રીય મંત્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા ૯૬ લાખ ૪૯ હજારના વિવિધ કામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.મેંદરડા તાલુકાના પટેલ સમાજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો સિદ્ધાંત છે કે જનપ્રતિનિધિ લોકો વચ્ચે રહી તેમની સમસ્યાઓ -મુશ્કેલીઓ સાંભળે. છેવાડાના માનવીની અપેક્ષાઓને આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમારી સરકાર કટીબદ્ધ છે.
મંત્રી એ આ તકે નાગરિકોને પ્લાસ્ટિક અને કચરો જ્યાં ત્યાં ન ફેકવા પણ અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પણ નાગરિકોને અનુરોધ કરર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગામડું એ આપણી સંસ્કૃતિ છે. ગામડું એ આપણું જીવન છે. હાલ ઘણા બદલાવ આવી રહ્યા છે. આગામી દિવસોમાં ગામડું એ ફરી વાઇબ્રન્ટ બનવાનું છે. લોકો ફરી થી સારું જીવવા ગામડાઓમાં પાછા વળવાના છે. ત્યારે ગામડું ચોખ્ખું રહે સ્વચ્છ રહે એ માટે આપણે સૌ કોઈ આપણાથી શરૂઆત કરીએ.
જિલ્લા વહિવટીતંત્ર દ્રારા આયોજિત સેવા સેતુમાં ૧૨૦૦ જેટલા લાભાર્થીઓએ સરકારની વિવિધ સહાયના ફોર્મ ભર્યા છે. જે બદલ તેમણે વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.આ ઉપરાંત તેમણે મેંદરડા તાલુકાના કેટલાક મંજૂર થયેલ કામ અને કેટલાક પ્રગતિમાં રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તે સમયસર પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી.તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાજનોના પ્રશ્નો પ્રત્યે સંવેદનાથી કામ કરવા પર પણ જણાવ્યું હતું. તેમજ નાગરિકોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા પણ જણાવ્યુ હતુ. તેમણે સેવાસેતુ ના સફળ કાર્યક્રમ માટે વહીવટી તંત્રને અભિનંદન પણ પાઠવ્યા હતા
કાર્યક્રમના આરંભે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે જણાવ્યુ હતુ કે સરકાર દ્રારા દરેક લોકો માટે યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે તેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ તકે ધારાસભ્ય અરવિંદ લાડાણી પ્રસંગિક ઉદબોધન આપ્યું હતું.આ તકે સ્વાગત પ્રવચન આસિસ્ટન્ટ કલેકટર અને મેંદરડાના પ્રાંત અધિકારી એશ્વર્યા દુબે અને આભાર વિધિ સુશ્રીમીરા સોમપુરા એ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે લાભાર્થીઓ ને વિવિધ લાભ, સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સર્વે મુજબ કુલ ૧૪૪ લાભાર્થીઓને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ના સીએસઆર ફંડ માંથી કુલ રૂ.૫૬,૪૩,૮૦૩ ની એલીમ્કો દ્વારા તૈયાર કરાયેલ સાધન સહાય વિતરણ પૈકી મેંદરડા તાલુકાના ૮ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી.તેમજ સેવા સેતુ ના લાભાર્થીઓને સહાય અને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.મંત્રીશ્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં કુલ રૂ.૯૬ લાખ ૪૯ હજારના વિકાસ કામો જેમાં રૂપિયા ૬૩.૨૩લાખના ઈ ખાતમુહુર્ત તથા રૂ.૩૩.૨૬ લાખના ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રીએ સેવા સેતુ કાર્યક્રમના સ્ટોલ અને બ્લડ ડોનેશન કેમ્પ ની મુલાકાત પણ લીધી હતી.