ટેલીમેડીસીન સેવાઓનો સર માનસિંહજી હોસ્પિટલ ખાતે શુભારંભ
Live TV
-
પાલીતાણામાં સર માનસિંહજી હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ થયો
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા પાલીતાણામાં સર માનસિંહજી હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા પાલીતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ઞોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ ટેલીમેડીસીન મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
હૃદયરોગ, કિડનીના રોગો, કેન્સર, સાયકિયાટ્રીસ્ટ વિગેરે તજજ્ઞોની સેવાઓ મળતા બહારગામ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામ શિહોરા તથા અન્ય રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ AIIMSના ડાયરેક્ટર ડૉ. સી.ડી.એસ કટોચ ઓનલાઈન જોડાયા હતા. RDD ડૉ. મનીષકુમાર ફેન્સી, RCHO. ડૉ. સોલંકી, THO ડૉ. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના સંકલન માટે AIIMS રાજકોટથી ડૉ. કૃપાલ જોશી તથા ડૉ. ઉત્સવ પારેખ તથા RPC યોગેશ્વર ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો લાભ લેવા લોકોને અધિક્ષક ડૉ. કલ્પના ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો.
