Skip to main content
Settings Settings for Dark

પીએમ ઇન્ટર્નશિપ યોજના: યુવાનો માટે કારકિર્દી ઘડતરની અનોખી તક

Live TV

X
  • ગાંધીનગરના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાંધીનગર મહાનગરપાલિકાની NULM-UCD શાખા દ્વારા એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ પીએમ ઇન્ટર્નશિપ યોજના તરીકે ઓળખાય છે, જે યુવાનોને દેશની અગ્રણી કંપનીઓમાં એક વર્ષનો ઇન્ટર્નશિપ અનુભવ પ્રદાન કરે છે, જે તેમની કારકિર્દીના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

    મેયર મીરાબેન પટેલે આ યોજના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "ગાંધીનગરના યુવાનો અમારી સૌથી મોટી મૂડી છે અને તેમની કારકિર્દીના ઘડતરમાં મદદરૂપ થવું એ અમારી ફરજ છે. આ યોજના યુવાનોને માત્ર વ્યવહારુ અનુભવ જ નથી આપતી, પરંતુ તેમને આર્થિક રીતે પણ મદદરૂપ થાય છે. ઇન્ટર્નશિપના એક વર્ષ દરમિયાન, તેમને માસિક રૂ. 5000નું સ્ટાઈપેન્ડ અને એક વખતના રૂ. 6000ની નાણાંકીય સહાય પણ સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજના એ યુવાનો માટે એક સુવર્ણ તક છે, જેઓ પોતાની કારકિર્દીને નવી દિશા આપવા માંગે છે. હું ગાંધીનગરના તમામ યુવાનોને આ યોજનાનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કરું છું."

    આ યોજનામાં જોડાવા માટે, ઉમેદવારની વયમર્યાદા 21થી 24 વર્ષની હોવી જોઈએ અને તેમના પરિવારની વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી હોવી જોઈએ. ઉમેદવારના પરિવારના અન્ય કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોવા જોઈએ નહીં. આ યોજનામાં ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ, B.A, B.Sc. B.com, ITI, BCA, BBA અને ડિપ્લોમા કરેલા લાભાર્થીઓ પણ જોડાઈ શકે છે.

    ઉમેદવારોએ અરજી સાથે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે, જેમાં આધારકાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્રો, તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ (2), બેંક પાસબુક અને આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે.

    આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ઉમેદવારોએ જરૂરી આધાર-પુરાવા સાથે ગાંધીનગર મહાનગરપાલિકા, દિનદયાળ ઉપાધ્યાય ભવન, યુસીડી શાખા ગ્રાઉન્ડ ફલોર, ફાયર સ્ટેશનની પાછળ, સેકટર-17, ગાંધીનગર ખાતે કચેરીના કામકાજના દિવસો દરમિયાન રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply