પેટલાદ ખાતે શહેરના મુખ્ય માર્ગ પર સરદાર પટેલ ઓવરબ્રિજનું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ ખંભાત રોડ પર અને પેટલાદ શહેરના મુખ્ય માર્ગ પર સરદાર પટેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ
આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ ખંભાત રોડ પર અને પેટલાદ શહેરના મુખ્ય માર્ગ પર સરદાર પટેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ. તે સમયે નાયબ દંડક રમણભાઈ સોલંકી પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ આણંદ, સોજીત્રાના ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી પેટલાદ શહેરમાંથી પસાર થતી રેલવે લાઈન પર ટ્રાફિકની સમસ્યા હતી. તેના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું.