પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે પહોંચ્યા વનતારા, બપોર બાદ જશે સોમનાથ- સાસણગીર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલ શનિવાર રાત્રિથી ગુજરાતની મુલાકાતે છે. ગત રાત્રીએ જામનગર ખાતે આવી પહોચ્યાં હતા. આજે વહેલી સવારે તેઓ રિલાયન્સ ગ્રુપના વનતારાની મુલાકાતે પહોચ્યાં છે. વનતારાની મુલાકાત બાદ તેઓ સોમનાથ જવાના છે જ્યાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે અને ત્યાર બાદ તેઓ સાસણ ગીર પહોચશે.
પીએમ મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે છે અને આજના કાર્યક્રમ અનુસાર તેઓ વહેલી સવારે જામનગરમાં વનતારાની મુલાકાત લેવા પહોંચી ગયા છે. વનતારા પ્રોજેક્ટ હેઠળ 200થી વધુ હાથીઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને બચાવાયા છે. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન વહેલી સવારે જ વનતારા પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર વતી મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
વનતારા રિલાયન્સ ફાઉન્ડેશનનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં ઈજાગ્રસ્ત, ત્યજી દેવાયેલા અને શિકાર થયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા તથા તેમના પુન:વસવાટ પર ધ્યાન અપાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના તરીકે વનતારા પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી. જામનગરમાં રિલાયન્સની રિફાઈનરીના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યૂ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું.