Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રીના કાર્યક્રમની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી 16 મી સપ્ટેમ્બરે પાલનપુરમાં ડીસાના કાર્યક્રમમાં હાજરી આવશે. તો 17 સપ્ટેમ્બરે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનને ફલેગ ઓફ કરાવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી બાદ અને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી પ્રથમ વખત ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. 17 સપ્ટેમ્બરે તેમનો જન્મ દિવસ છે તે પૂર્વે 16મીએ આવશે. 17મીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્રીન એનર્જી સમિટ યોજાશે તેના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તે સાથે અમદાવાદમાં શહેર પોલીસ કમિશનરની કચેરીનું ઉદ્દઘાટન કરે તેવો કાર્યક્રમ પણ ગોઠવાઇ રહ્યો છે. 

    પીએમ મોદી 16મીએ સાંજે અમદાવાદ એરપોર્ટ આવી ગાંધીનગર રાજભવન જશે. જ્યાં કેટલીક મીટિંગ બાદ રાત્રિ રોકાણ કરશે. 17મીએ ગુજરાતને ગ્રીન એનર્જીનું હબ બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જાહેર કરાયા છે તે સંદર્ભે યોજાનારી ગ્રીન એનર્જી સમિટમાં તેઓ ઉપસ્થિત રહેશે. તેઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની વિશાળ અદ્યતન કચેરીનું ઉદ્દઘાટન પણ કરી શકે છે. જેનો સંપૂર્ણ કાર્યક્રમ ટૂંક સમયમાં ફાઇનલ કરાશે.  આગામી સમયમાં રાજ્ય મંત્રી મંડળનું વિસ્તરણ થવાની વાત લાંબા સમયથી ચાલી રહી છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક સહિતની મહત્વની બાબતોના નિર્ણય પણ પેન્ડિંગ છે ત્યારે આ ગુજરાત મુલાકાત મહત્વની રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
apply