બાપ રે ગરમી! ઊંચકાશે ગરમીનો પારો: રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવનું એલર્ટ
Live TV
-
આગહીને પગલે રાજકોટ અને કચ્છ 44 ડિગ્રીએ અગનભઠ્ઠી બની શકે છે.. જ્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે
રાજ્યમાં આજથી ફરી ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બે ત્રણ દિવસ દરમિયાન ગરમીમાં આંશિક મળેલી રાહત બાદ હવે ફરીથી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ માટે રાજકોટ, કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.
રાજ્યના મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતાઓ
ગુજરાતમાં ગત સપ્તાહમાં ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાશે. સતત છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પવનની દિશા હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ હોવાથી રણ પ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.