ભરૂચના બંગાળી ભાઈ-બહેનો દ્વારા બંગાળી હોળી બસંત ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી
Live TV
-
ભરૂચ બંગાળી હોળી બસંત ઉત્સવની ભરૃચના બંગાળી ભાઈ-બહેનો દ્વારા પરંપરાગત ઉજવણી. રવીન્દ્ર સંગીત સાથે રંગોની છોળો સહિત રંગા રંગ રેલી માં બંગાળી પરિવારજનો જોડાયા.
ભરૂચમાં વસતા બંગાળી પરિવારજનો દ્વારા બંગાળ ની સાંસ્કૃતિક ઓળખ સમા બસંત બંગાળી હોળી ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.બંગાળી સમાજ શરબોજનીન શરદોત્સવ સમિતિ ઝાડેશ્વર દ્વારા રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા શરૂ કરાયેલ બસંત ઉત્સવ એટલે કે બંગાળી હોળી ઉત્સવની બંગાળી પરમ્પરાને જાળવી રાખી નવી પેઢીમાં પણ તેના સંસ્કારનું સિંચન થાય તેવા આશય સાથે છેલ્લા અગિયાર વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ઝાડેશ્વર રોડ પર આવેલ મલ્ટિપ્લેક્સ ખાતેથી રંગારંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળી રવીન્દ્ર સંગીતના તાલે બંગાળી ભાઈ બહેનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રંગોની છોળો ઉડાવતા બંગાળી સંસ્કૃતિ ને ઉજાગર કરતા જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સોમા નંદી, અનંદિતા મંડલ, અનંતો ઘોષ, ઝૂમા મૈતી સહિત અન્ય અગ્રણીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.