Skip to main content
Settings Settings for Dark

ભરૂચ પોલીસની વધુ એક સરાહનીય કામગીરી..

Live TV

X
  • નર્મદાનું રૌદ્ર સ્વરૂપ આ પોલીસ કર્મીની હિંમત સામે હાર્યું..

    ભરૂચમાં જાંબાઝ પોલસીકર્મીએ પોતાના જીવન જોખમે નર્મદા મૈયા બ્રિજ ઉપર લટકી પડેલી યુવતીને બચાવી લીધી છે. યુવતી આત્મા હત્યા કરવાના ઇરાદે નર્મદા બ્રિજ ઉપર આવી હતી જે રેલિંગ ઉપર ચઢી ભયજનક સપાટીથી ઉપર  વહેતી નર્મદના ધસમસતા પ્રવાહમાં સમાવા જય રહી હતી ત્યાં અચાનક સી ડિવિઝન પોલીસ આવી પહોંચી હતી. ASI શૈલેષ ગોરધનભાઈ નાઈની નજર આ યુવતી ઉપર પડતા તેમણે બ્રિજની પેરપટ વોલ કૂદી ફૂટપાથ ઉપર પહોંચી ગયા હતા. આ દરમ્યાન યુવતીએ છલાંગ લગાવી દીધી હતી જે નદીમાં પડે તે પડેલાજ પોલીસકર્મી તેનો હાથ પકડી લેતા બ્રિજ ઉપરથી યુવતી લટકી પડી હતી. પૂલ ઉપરથી નદીનો ધસમસતો પ્રવાહ જોવાથી ચક્કર આવી જાય છે તેમાં સંજોગોમાં એક પાઇપના સહારે લટકતી યુવતીને કોન્સ્ટેબલે પડી રાખી હતી. એક સમયે ASI પણ નદીમાં પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે નજીકમાં ઉભેલી પોલીસ વાનમાંથી દોડી આવેલા અન્ય ત્રણ પોલીસકર્મીઓએ આ બન્નેને બચાવી લીધા હતા. 

    પોલીસ તેની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કરે તે પહેલાજ યુવતીએ રેલિંગ ઉપર ચઢી નદીમાં છલાંગ લગાવવા પ્રયત્ન કર્યો હતો. આ સમયે ASI શૈલેષભાઇએ સતર્કતા દાખવી દોડી યુવતીનો હાથ પકડી લીધો હતો. આ દરમ્યાન યુવતી નદી તરફ હોવાના કારણે લટકી પડી હતી. હવે એક નહિ પણ બે લોકોના નર્મદા નદીમાં પડી જવાનો ભય દેખાતો હતો. આમછતાં જાંબાઝ પોલસીકર્મીએ પોતાના જીવની પરવાહ કાર્ય વગર પકડી રાખી હતી. નજીકમાં ઉભેલી પોલીસવાનમાંથી અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને બંને ASI સહીત બંને વ્યક્તિઓને સલામત બચાવી લેવાયા.  

    યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા તે આમોદની વતની હોવાનું અને લગ્ન નેત્રંગ તાલુકામાં એક વર્ષ અગાઉ થયા હોવાનું જણાવ્યું હતું. આશરે ત્રણ મહીનાથી ચાલી રહેલા ઘર કંકાસના કારણે તે પિયેર આમોદ ખાતે ચાલી ગઈ હતી. કપરી પરિસ્થિતિના કારણે પરિવાર અને પતિ બંનેને પોતાના બીજમુક્ત કરવાની હતાશા સાથે તે આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી જેને પોલીસે બચાવી લીધી હતી. યુવતીને બચાવ્યા બાદ કામગીરી પૂર કરવાનો સંતોષ ન માની ડિપ્રેશનનો સામનો કરી રહેલી યુવતીનુ પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.દેસાઈ સાહેબ દ્વારા કાઉન્સિલીંગ કરાયું હતું. યુવતીને માતા - પિતાનો સપર્ક કરી  સોંપવામા  આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply