Skip to main content
Settings Settings for Dark

"ભારતીય અંગદાન દિવસે" NOTTO દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ 6 એવોર્ડ

Live TV

X
  • કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.પ્રાંજલ મોદીને Exemplary Performance in Transplant માટે નો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

    મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય મા છેલ્લાં ત્રણ વર્ષથી ઓર્ગન ડોનેશન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે .જેના પરિણામ સ્વરૂપ 3 ઓગસ્ટના રોજ દિલ્હી આંબેડકર હોલ ખાતે યોજાયેલ એવોર્ડ કાર્યક્રમ માં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલના હસ્તે તેમજ નીતી આયોગના સભ્ય ડૉ .વિનોદ પોલ, અપૂર્વ ચંદ્રા, સેક્રેટરી હેલ્થ, ભારત સરકાર અને ડૉ. અતુલ ગોયલ, DGHS, ભારત સરકાર ની ઉપસ્થિતિ માં ગુજરાત રાજ્યને વિવિઘ કેટેગરી માં કુલ ૬ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે.

    અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ ને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર અને કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ .પ્રાંજલ મોદીને Exemplary Performance in Transplant માટે નો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ તથા કીડની હોસ્પિટલ ના જ ડૉ.વિવેક કુટેને દેશના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વિશ્વ પટલ ઉપર પ્રસિદ્ધિ અપાવવા બદલ વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરતની ડોનેટ લાઇફ NGO સંસ્થાને બેસ્ટ સપોર્ટીગ એનજીઓ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે અંગોની પ્રતિક્ષા માં મૃત્યુની રાહ જોતાં ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા દર્દીઓને વહેલા મા વહેલા ઓર્ગન મળી રહે તે માટે રાજ્ય મા વઘારે માં વઘારે ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર તેમજ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ કાર્યરત કરવા સરકાર કટિબદ્ધ છે.

    નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિ્તે સિવિલ હોસ્પિટલ અને મેડીસીટી કેમ્પસની તમામ હોસ્પિટલો માં વિવિઘ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1000 કરતા વઘારે લોકોએ સિવિલ મેડીસીટી કેમ્પસ માં અંગદાન ની શપથ લીધી હતી.રાજ્યમા એક જ દીવસમા 2000 કરતા વધારે લોકોએ અંગદાનની શપથ લીધી. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, આજે 3 જી ઓગષ્ટ નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિતે મેડીસીટી કેમ્પસની તમામ હોસ્પિટલો માં ઓર્ગન ડોનેશન પ્લેજનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામા સ્ટાફ અને અન્ય લોકોએ ભાગ લઈ અંગદાન ની શપથ લીધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply