Skip to main content
Settings Settings for Dark

ભારતીય સેનાના જાંબાઝ ઓફિસર રાજેશસિંહ શેખાવતે ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લીધી

Live TV

X
  • ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી અને ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

    ભારતીય સેનાના જાંબાઝ ઓફિસર રાજેશસિંહ શેખાવતે પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી અને ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. રાજેશસિંહ શેખાવત રાજપૂત રેજીમેન્ટના અને હાલ જૂનાગઢમાં ગુજરાત NNCCના કમાનન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. સેનામાં તેમની વીરતાને લઈ શોર્ય ચક્ર અને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજેશસિંહ શેખાવતે ગાંધીજી જન્મ સ્થળ અને કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમણે વિઝીટ બુકમાં પોતાના પ્રતિભાવ લખ્યા હતા અને એવું જણાવ્યું હતું કે, ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લઈને ધન્યતા અનુભવી છે, આજે પણ અહીં ગાંધીજીના વિચારો મૂર્તિમંત છે. રાજેશસિંહ શેખાવતે પોરબંદરના શહીદ વીર નાગાર્જુન સિસોદીયા સ્મારકની પણ મુલાકાત લીધી હતી અને ભાવાંજલી અર્પણ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply