Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં ધોધમાર વરસાદ, શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાયો

Live TV

X
  • ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તા.17/06/25 ના બપોરે 1 કલાકે 100% ભરાઈ ગયો હતો.

    શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોઈ શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. ૧૭ જૂનના રોજ બપોરે એક કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો.શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.બપોરે એક વાગ્યાની સ્થિતિએ 20 ગેટ 0.30મી. જેટલા ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગેટ ખોલવાના સમયે 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply