Skip to main content
Settings Settings for Dark

માધવપુર મેળો 2025: આ વર્ષે મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે

Live TV

X
  • 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો હિસ્સો લેશે.

    ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં 5 દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો હિસ્સો લેશે. ઉત્તરપૂર્વના આ રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરા, રમત ગમત અને યુવક સેવ મંત્રી હર્ષભઈ સંઘવી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

    પાંચ દિવસીય મેળા દરમિયાન ગુજરાત રાજ્ય તેમજ ઉત્તરપૂર્વના રાજ્યો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. ગુજરાતમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોના સૌથી મોટા જૂથ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા માધવપુર ઘેડ ખાતે ભવ્ય “અરેના” એટલે કે સ્ટેડિયમ પદ્ધત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને પૂર્વોત્તરના મળીને 1600 કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. જે આજ દિન સુધી બે અલગ અલગ સંસ્કૃતિના ના કલાકારો દ્વારા સયુક્ત રીતે પરફોર્મ થનાર સૌથી મોટી સાંસ્કૃતિક પ્રસ્તુતિ થવા જઈ રહી છે.

    માધવપુર ઘેડ મેળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિઝનને સાકાર કરે છે. જેનો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની જે કલ્પના છે તેનો અંતિમ ઉદ્દેશ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો 1 એપ્રિલ, 2025થી જ શરૂ થઈ જશે. 1 એપ્રિલે સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    પૂર્વોત્તર રાજ્યોની હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ્સ, આ ઉપરાંત, આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સાથે સાથે અહી મેલમાં પૂર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે,. 10 એપ્રિલના રોજ જાન કન્યાને લઇને રૂકમિણી મંદિરથી નીકળશે અને સાંજે 4.00 વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply